ગુજરાતી નામ ને અંગ્રેજીમાં લખવા ની રીત
(1) અંગ્રેજીમાં દરેક અક્ષર પછી A લગાડવો
ઉદાહરણ: કલમ-KALAM (છેલ્લે A લગાડવો નહીં)
જો ચાર અક્ષર કાના માત્રા વગર ના હોય તો A લાગશે નહીં
(2) કાના માટે પણ A લખાય છે
ઉદાહરણ: સલમા-SALAMA
(3) હૂસ્વ ઈ માટે I લખાય છે
ઉદાહરણ: ચિરાગ-CHIRAG
(4) દિર્ધ ઇ માટે EE લખાય છે
ઉદાહરણ: મીરા-MEERA
જો નામના છેડે ઇ હોય તો I લખાય છે
ઉદાહરણ: નિરાલી-NIRALI
(5) હૂસ્વ ઉ માટે U લખાય છે
ઉદાહરણ: કુમાર-KUMAR
(6) દિર્ધ ઉ માટે OO લખાય છે
ઉદાહરણ: પૂજા-POOJA
(7) એકમાત્ર માટે E લખાય છે
ઉદાહરણ: રેહાના-REHANA
(8) બે માત્ર માટે AI લખાય છે
ઉદાહરણ: વૈસાભી-VAISHALI
(9) કાનો અને એકમાત્રા માટે O લખાય છે
ઉદાહરણ: સોહરાબ-SOHRAB
(10) કાનો અને બે માત્રા માટે AU લખાય છે
ઉદાહરણ: મૌલીક-MAULIK
(11) માથે મીંડુ અનુસ્વાર માટે ઉચ્ચારણ પ્રમાણે M અને N લખાય છે
ઉદાહરણ: મંગલ-MANGAL
મીંડા વાળા અક્ષર પછી પ,ફ,બ,ભ,મ આવે તો m લખાય છે
ઉદાહરણ: ચંપા-CHAMPA
(12) અર્ધા અક્ષર પછી A,E,I,O,U માંથી એકેય સ્વર વપરાતો નથી
ઉદાહરણ: સ્વામી-SWAMI
(13) ઉપર રેફ માટે જે અક્ષર ઉપર રેપ હોય તેની આગળ R લખાય છે
ઉદાહરણ: પાર્થ-PARTH થ ની ઉપર રેફ છે માટે ર્થ=Rth
(14) નીચે રેફ માટે જે અક્ષર નીચે રેફ હોય તેની પાછળ RI અથવા RU લખાય છે
ઉદાહરણ: કૃષ્ણ-KRISHNA/KRUSHNA
(15) જોડીયા અક્ષર માટે હંમેશા R લખાય છે અને જે અક્ષર જોડીયા હોય તેને લાગેલા કાનામાત્રા નું અંગ્રેજી R પછી લખાય છે
ઉદાહરણ: પ્રે-PRE પ અને ર જોડાયેલા છે R પછી E લાગે છે. પ્રિ-PRI,મ્રો-MRO, શ્રે-SHRE,ત્રી-TREE,શ્રુ-SHRU, અને ઋ રૂ માટે RU અથવા RI લખાય છે.

No comments:
Post a Comment