Breaking

Thursday, April 1, 2021

A,E,I,O,U,Y ના નિયમો

 નોંધ : જ્યાદા તર લાગું પડતા નિયમો અમુક અપવાદ પણ હોઈ શકે છે.

A ના નિયમો

(1) વ્યંજન A પછી અેક કે બે વ્યંજન છોડીને E આવે તો A ને એ વંચાય છે અને પાછળ નો E વંચાતો નથી.

(2) બે વ્યંજન ની વચ્ચે A આવે તો A ને ઐ વંચાય છે.

(3) શબ્દ ની અંતે an,al,ar,ant,ance, આવે તો A ને અ વંચાય છે.

(4) શબ્દ માં ARE આવે તો ARE ને એઅર વંચાય છે.

(5) શબ્દ માં AER આવે તો AER ને ઈઅર વંચાય છે.

(6) A થી શરૂ થતા શબ્દો નું ઉચ્ચારણ અ,આ,એ, થાય છે.

E ના નિયમો

(1) વ્યંજન E પછી અેક કે બે વ્યંજન છોડીને E આવે તો પહેલા E ને ઈ વંચાય છે અને પાછળ નો E વંચાતો નથી.

(2) બે વ્યંજન ની વચ્ચે E આવે તો E ને ઐ વંચાય છે.

(3) શબ્દ ની અંતે EN,EL,ER,ENT આવે તો E ને અ વંચાય છે.

(4) શબ્દ ના અંતે ERE આવે તો ERE ને ઇઅર વંચાય છે.

(5) શબ્દ ના અંતે EAR આવે તો EAR ને એઅર કે ઇઅર વંચાય છે.

(6) શબ્દ માં વ્યંજન ER વ્યંજન આવે તો ER ને અર વંચાય છે.

i ના નિયમો

(1) વ્યંજન i પછી અેક કે બે વ્યંજન છોડીને E આવે તો i ને આઇ વંચાય છે અને પાછળ નો E વંચાતો નથી.

(2) શબ્દ ની શરૂઆત માં કે વચ્ચે i આવે તો i ને ઇ વંચાય છે.

(3) શબ્દ માં વ્યંજન ir વ્યંજન આવે તો ir ને અર વંચાય છે.

(4) શબ્દ માં અંતે ive આવે તો ive ને ઇવ વંચાય છે.

(5) શબ્દ માં અંતે ire આવે તો ire ને આઇઅર વંચાય છે.

O ના નિયમો

(1) વ્યંજન O પછી અેક કે બે વ્યંજન છોડીને E આવે તો O ને ઓ વંચાય છે અને પાછળ નો E વંચાતો નથી.

(2) બે વ્યંજન ની વચ્ચે O આવે તો O ને ઑ વંચાય છે.

(3) શબ્દ ના અંતે OM,ON,OR આવે તો O ને અ વંચાય છે.

(4) શબ્દ ના અંતે O આવે તો O ને ઓ વંચાય છે.

(5) શબ્દ ના અંતે ORE આવે તો ORE ને ઑર વંચાય છે.

U ના નિયમો

(1) વ્યંજન U પછી અેક કે બે વ્યંજન છોડીને E આવે તો U ને યૂ કે ઊ વંચાય છે અને પાછળ નો E વંચાતો નથી.

(2) બે વ્યંજન ની વચ્ચે U આવે તો U ને અ વંચાય છે.

(3) શબ્દ ના અંતે URE આવે તો URE ને યૂઅર કે ઊઅર વંચાય છે.

Y ના નિયમો

(1) શબ્દ ની શરૂઆત માં Y હોય પછી સ્વર હોય તો Y ને ય વંચાય છે.

(2) શબ્દ ની વચ્ચે કે અંત માં Y હોય તો Y ને ઈ કે આઇ વંચાય છે.

X ના નિયમો

(1) શબ્દ માં X પછી વ્યંજન આવે તો X ને ક્સ વંચાય છે.

(2) શબ્દ માં X પછી સ્વર આવે તો X ને ગ્જ વંચાય છે.

No comments:

Post a Comment